તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીનો RTO કચેરીથી પ્રારંભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિ દ્વારકા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા તા.11મી જાન્યુઆરીથી 31માં રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો ખંભાળિયા આરટીઓ કચેરી ખાતે કાર્યક્રમ યોજી રેલીનું પ્રસ્થાન કરાવી ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અકસ્માતથી બચવા વિવિધ કૃતિઓ રજુ કરી હતી.તેમજ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન પુરૂ પાડી સૌ અકસ્માતથી બચી શકાય તે માટેના તમામ પ્રયાસો કરવા અપીલ કરી હતી.રોડ અકસ્માત ઘટાડવા 31માં રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે.અકસ્માત નિવારવા સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કરી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી જાગૃતતા માટેના તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે.ત્યારે 31માં રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહને ખંભાળિયા આરટીઓ કચેરી ખાતે કાર્યક્રમ યોજી પ્રારંભ કરવામાં આવ્યો હતો.દ્વારકા જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્ર કુમાર મીણા,એઆરટીઓ વી.એસ.ચૌહાણ તેમજ ટ્રાફિક પીઆઇ અજયસિંહ પરમાર અને એનજીઓ તેમજ શાળાના બાળકોની હાજરી રહી હતી.કાર્યક્રમમાં બાળકોએ અકસ્માતથી બચવા અને અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ કૃતિઓ રજુ કરી હતી.કલેક્ટર ડો.નરેન્દ્ર કુમાર મીણાએ સલામતી માટે હેલ્મેટ અવશ્ય પહેરવા અપીલ કરી હતી.

રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહનો કાર્યક્રમ
12 જાન્યુઆરી : હેલ્મેટ, સીટબેલ્ટની જાગૃતતા માટે વાહનચાલકોને ગુલાબ વિતરણ

13 જાન્યુઆરી : લાઇસન્સ માટે આવતા અરજદારોને નિયમોની તાલીમ

14 જાન્યુઆરી : ઇંધણ બચાવો બાબતે સમજ

15 જાન્યુઆરી : આંખ તથા આરોગ્યની ચકાસણી કેમ્પ

16 જાન્યુઆરી : આદર્શ ઇગ્લીંશ મિડીયમ શાળામાં રોડ સેફ્ટી મેળાનું આયોજન,મોટર ડ્રાઇવીંગ સ્કુલના ટ્રેનરોને તાલીમ

17 જાન્યુઆરી : શાળામાં વાલીઓની ઉપસ્થિતિમાં સેમીનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો