તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ઘોડીપાસાની ક્લબ પર દરોડોમાં 7 ઝડપાયા, 7 ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના મહાદેવનગરમાં મકાનમાં ઘોડીપાસાની કલબ પર એલસીબીએ દરોડો પાડી રોકડા રૂ.219400ની સહીત રૂ.319400 ની મતા કબ્જે કરી હતી. દરોડામાં 7 શખ્સની પોલીસે ધરપકડ કરી હતી જયારે 7 નાસી છૂટી ગયા હતાં.

જામનગરના યાદવનગર પાછળ આવેલા મહાદેવ નગરમાં કિશોરભાઇ કોળીના રહેણાંક મકાનમાં ઘોડીપાસાની કલબ ધમધમતી હોવાની બાતમી એલસીબીને મળી હતી.જેના આધારે એલસીબીએ બુધવારે મોડી રાત્રિના ૩ કલાકે મકાનમાં દરોડો પાડતા મકાનમાં નાલ આપી ઘોડીપાસાનો જુગાર રમમતા લાખા દલુભાઈ ધારાણી, જૈનુલ મુસાભાઈ મંડોરીયા, અંકિત કેતનભાઈ નંદા, રામભાઈ વિરમભાઈ અસુરા, વિનોદ ટેકચંદ રામનાણી ઉર્ફે વીનુ મોબાઈલ, ઈકબાલ પુંજાભાઈ ખફી અને ઈસુબ ગુલમામદ બાબવાણીની પોલીસે ધરપકડ કરી હતી. યુનુસ ઈબ્રાહીમ સુમરા, હેમતભાઈ, સુનિલ કનુભાઈ ભાટીયા, કચરાભાઈ લગધીરભાઈ ગઢવી, અકબરભાઈ વાઘેર, બાલી ભાનુશાળી તથા કિશોર માવજીભાઈ કોળી નામના સાત શખ્સો નાસી છૂટયા હતાં.એલસીબીએ દરોડા દરમ્યાન રૂ.219400 એક બાઈક તેમજ નાસી ગયેલા સાત શખ્સના ત્રણ સ્કૂટર, બાઈક મળી કુલ રૂ. 319400નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...