જામનગરમાં ગાયોને બચાવવા જતા રિક્ષા પલટી, ચાલકનંુ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની ભાગોળે ગુલાબનગર વિસ્તારમાં સેવા સદન નજીક રોડ પર બેઠેલી ગાયોને બચાવવા જતા સ્પીડબ્રેકર પાસે રીક્ષા પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના ચાલક યુવાનનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં સેવા સદન નજીક ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસેના રોડ પરથી રાજકોટમાં થોરાળા વિસ્તારમાં આરાધના સોસાયટીમાં રહેતો જયંતભાઇ નાથાભાઇ ગોહીલ નામનો યુવાન ગત તા.24ના રોજ પોતાની રીક્ષા લઇને પસાર થઇ રહયો હતો ત્યારે રોડ પર ગાયો બેઠી હોવાથી તેને બચાવવાના પ્રયાસ વેળા આગળ સ્પીડબ્રેકર પાસે રીક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ચાલક જયંતભાઇ ગોહીલ(ઉ.વ.35)ને માથા સહીત શરીરના ભાગે ઇજા પહોચતા તાકીદે સારવાર માટે સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં ત્રણેક દિવસની સારવાર દરમિ્યાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની રાજકોટમાં રહેતા મૃતકના મોટાભાઇ ભરતભાઇ ગોહીલએ જાણ કરતા સીટી બી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...