તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં સંચારી રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની જિલ્લા પંચાયત કચેરીમાં સંચારી રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રતિસંચારીત રોગો કે, મહત્તમ રોગો પાણીજન્ય છે તેવા મેલેરિયા, ડેંગ્યુ, ટાઇફોઇડ, ચિકનગુનીયા, સ્વાઇન ફ્લુ, કોલેરા, કમળાને અટકાવવાનાં પગલાનાં કાર્યોની સમીક્ષા કરાઇ હતી.

ઉનાળામાં, ચોમાસામાં પાણીજન્ય રોગો સામે તકેદારી લઇ રોગચાળાને અટકાવી શકાય તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સૂચનાઓ-2019ના ત્રીમાસ દરમિયાનની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું અને જિલ્લામાં ટાઇફોઇડના કુલ 47, કમળાના કુલ 13 મેલેરિયાના કુલ 8, ડેંગ્યુના કુલ 6 કેસ જોવા મળ્યા હતા.

મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનીયા અટકાયત માટે હોમ ટુ હોમ વિઝિટથી આરોગ્ય કર્મચારી, વેકટેર કંટ્રોલ ટીમ, આશા વર્કરની ટીમ દ્વારા ખુલ્લા પાત્રમાં એબેટ નાખીને પોરાનાશક, સોર્સરીડ્રકસ્ન અને ઘરની અંદર ફોગિંગ કામગીરી કરાઇ હતી અને જુનમાં મેલેરિયા વિરોધી, જુલાઇમાં ડેંગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરી રોગ અટકાયતી પગલાંઓ, જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. કર્મચારીઓ દ્વારા મચ્છરના ઇંડાઓનો નાશ થાય, ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે 149 ગામોમાં ડ્રાય ડે એટલે કે પાણીના તમામ પાત્રોને ઘસીને સાફ કરીને સૂર્યના તાપમાં સુકવીને નવું પાણી ભરવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...