તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડિયા હનુમાનજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરના લીમડાલેન વેપારી એસોસિએશન દ્વારા લીમડાલેનમાં આવેલ શ્રી લીંબડિયા હનુમાનજી મંદિરમાં તા. 19ના હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 7 થી 1 દરમિયાન હોમાત્મક મારૂતિ યજ્ઞ તથા બપોરે 1 વાગ્યે બટુક ભોજન અને 1 થી 3 વાગ્યે ઉપસ્થિત વેપારી મિત્રો માટે પ્રસાદનું આયાેજન કરવામાં આવ્યું છે તથા સાંજે 5 થી 10 દરમિયાન અન્નકૂટ દર્શન અને 5.30 વાગ્યે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તથા રાત્રે 8.30ના મહાઆરતી યોજાશે તો ધાર્મીક કાર્યક્રમનો લાભ લેવા લીમડાલાઇન વિસ્તારના ભકતો સહિત શહેરીજનેાને અનુરોધ કરવામાં આવ્યેા છે.

અન્ય સમાચારો પણ છે...