સાઉથ આફ્રિકામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે બોલાવી રાસ-ગરબાની રમઝટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં ઇ.સ. 1999થી રાજશકિત રાસ મંડળની શરૂઆત કરવામાં આવી હતી અને આ ગ્રુપમાં 20 જેટલા સભ્યો છે અને આ સભ્યો દ્વારા શહેર સહિત વિદેશોમાં પોતાના રાસ-ગરબાની રમઝટથી અનેક લોકોમાં મન મોહી લીધા છે ત્યારે આ ગ્રુપના 10 સભ્યો સાથે સાઉથ આફ્રિકામાં યોજાયેલ રાસ-ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

શહેરમાં આવેલ રાજશકિત રાસ મંડળ સાઉથ આફ્રિકામાં ભારતીય સાંસ્કૃતિક સમ્બંધ પરીપત્ર દિલ્હી દ્વારા આયોજીત સાંસ્કૃિતક કાર્યક્રમમાં ગુજરાતના લોક નૃત્ય એવા રાસ-ગરબા રમવા તા. 18 સપ્ટે.થી રવાના થયું છે અને તા. 2 ઓકટો. સુધી સાઉથ આફ્રિકાના યુગાન્ડા, માલવી અને મપુટો સહિતના શહેરોમાં ગુજરાતના લોકનૃત્ય એવા ડાંડીયા રાસ-ગરબા રમી ત્યાના લોકોને મન મોહિત કરી રહયા છે. ગ્રુપના ગ્રુપ લીડર તરીકે વનરાજસિંહ આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1999થી 20 સભ્યો સાથેનું ગ્રુપ ચાલી રહયું છે.આ ઉપરાંત તેઓ ભારતમાં રાજસ્થાન, પંજાબ, હરીયાણા, ઉતરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, કોલકતા, ઓરિસ્સા, સિકિકમ તથા ભારત બહાર યુકે, મલેશીયા, સિંગાપોર, બ્રાિઝલ સહિતના શહેરોમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી ગુજરાત સહિત જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

18 જેટલા જુદા-જુદા રાસ-ગરબા રજૂ કરાઇ છે
શહેરમાં રાજશકિત રાસ મંડળ દ્વારા ડાંડીયા રાસ, મણીયારો રાસ, ઢાલ તલવાર, અડીગો, હુડો સહિતન 18 થી 19 રાસ-ગરબા ગ્રુપ દ્વારા ભારત સહિત વિદેશોમાં રાસ-ગરબા રમવામાં આવે છે અને અને ખાસ કરીને આ ગ્રુપમાં વિદ્યાર્થીઓ સહિત ધંધાર્થી ભાઇઓ જોડાયેલા છે અને 6 જેટલી યુવતિઓ ગ્રુપ સાથે પણ જોડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...