તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર જિલ્લાની પીવાના પાણી માટે જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાની પીવાના પાણી માટે જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ, ઉંડ-1, આજી-3 ડેમોનું પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જાત નિરીક્ષણ કરી જિલ્લાના લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન રહે તે માટે ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતાં.

જીવાદોરી સમાન રણજીતસાગર તથા ઉંડ-1 અને આજી-3 પર પાણી પુરવઠા, પશુ પાલન, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ નિરીક્ષણ કર્યુ હતું અને લાેકોને પાણીની મુશ્કેલી ન પડે તે અંગે અનેક ચર્ચાઓ તંત્ર સાથે કરવામાં આવી હતી. જેમાં મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરેમને સુભાષ જોષી, શાશક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, દંડક જડીબેન સરવૈયા, મ્યુનિસીપલ કમિશ્નર રણજીતસિંહ બારડ, પાણી પુરવઠાના ચીફ એન્જીનીયર મારૂ, કોટા, કોર્પોરેશન બોખાણી, સિંચાઇના વ્યાસ, ઠાકર, માહિતી કચેરીના યોગેશ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...