તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂના હાટડાઓ પર દરોડા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડ તાલુકાના રાણપર નજીક બરડા ડુંગર પંથકમાં સ્થાનિક પોલીસની ટીમોએ સધન કોમ્બીંગ હાથ ધરી વિદેશી દારૂ ઉપરાંત દેશી દારૂના આથાનો પણ માતબર જથ્થો કબજે કરતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.ઘામણીનેશ પાસે પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકીને સાધનો સહીતની માલમતા કબજે કરી હતી. દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઇંગ્લીશ દારૂની સાથે દેશી દારૂનુ પણ હબ ગણાતા ભાણવડ નજીક રાણપર પાસેના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસની જુદી જુદી ટીમોએ સધન કોમ્બીંગ હાથ ધર્યુ હતુ જે દરમ્યાન પોલીસે જુદા જુદા સ્થળેથી દારૂની બાવીશથી વધુ પેટી પકડી પાડી હતી.આ ઉપરાંત ધામણીનેશ પાસે પોલીસે ત્રાટકીને બાવળની ઝાડી વચ્ચે રખાયેલો દેશી દારૂના આથાનો બે હજાર લીટર જેટલો જથ્થો ઉપરાંત ભટ્ટીના સાધનો બેરલો સહીતની માલમતા કબજે કરી હતી. જોકે,આ આથાનો જથ્થો વાઘા કરશનભાઇ કોડીયાતરે રાખ્યો હોવાનુ ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે, બરડા ડુંગરાળ વિસ્તારમાં દેશી દારૂની બદીએ માઝા મુકરતા પોલીસે તેની સામે લાલઆંખ કરી દરોડાઓનો દૌર હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો