હાલાર સહિત સૌરાષ્ટ્રભરમાં રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી

Jamnagar News - rahul gandhi39s birthday celebration across saurashtra including hollar 063514

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
જામનગર િજલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિત બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. મોરબી અને રાજકોટ જિલ્લામાં પણ રક્તદાન કેમ્પ, ભોજન સમારોહ યોજાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં લીમડા લેનમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બુધવારના કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ સહિત બાળકોેને ભોજનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કોંગી અગ્રણી ભીખુભાઇ વારોતરીયા, મુળુભાઇ કંડોરીયા, ડો. તૌસીફખાન પઠાણ, અશોકભાઇ ત્રિવેદી, એ.કે.મહેતા, દિગુભા જાડેજા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.

X
Jamnagar News - rahul gandhi39s birthday celebration across saurashtra including hollar 063514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી