દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની પુર્વ તૈયારીના ભાગરૂપે શુક્રવારના પ્રિ-મોન્સુન અંગેની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની પુર્વ તૈયારીના ભાગરૂપે શુક્રવારના પ્રિ-મોન્સુન અંગેની બેઠક નિવાસી અધિક કલેકટર પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી અને વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવા, દર બે કલાકના આકડા આપવા, નુકશાની વખતે તાત્કાલીક સર્વેની કાર્યવાહી હાથ ધરવા, રસ્તા પર વૃક્ષો પડી ગયા હોય ત્યારે દુર કરવાની કામગીરી, પોલીસ તથા હોમગાર્ડના જવાન તરવૈયા છે તેની અદ્યતન યાદી તૈયાર રાખવી અને તાકીદના સંજોગોમાં રેસ્કયુટીમ તૈયાર રાખવી, ચોમાસા દરમિયામન સ્વચ્છતા જળવાઇ રહે અને રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો છટકાવ કરવો, સરકાર તરફથી ફાળવવામાં આવેલ ફાયર, શોધ અને બચાવના સાધનો ચકાસી લેવા તેમજ કાર્યરત રહે તેની તકેદારી રાખવી, જિલ્લાના ડેમ પર વાયરલેશ સેટ ચાલુ હોવાની ખાત્રી કરવી તથા રાઉન્‍ડ ધ કલોક ડયુટી ફાળવવી, ઓવરફલો સમયે નિચાણવાળા વિસ્‍તારોને સમયસર ચેતવણી આપવી તથા િજલ્લાના વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વાઘેલા સહિત જિલ્‍લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ડીઝાસ્‍ટર શાખાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...