તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં સુમરા ચાલી નજીક પોલીસે એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં સુમરા ચાલી નજીક પોલીસે એક ભાડાની દુકાનમાં દરોડો પાડી મોબાઇલ એપ્લીકેશન મારફતે વર્લીનો જુગાર રમતા રાજકોટના એક સહીત ચાર શખ્સને પકડી પાડયા હતા. જયારે અન્ય ત્રણ દરોડામાં પોલીસે જુગાર રમતા અગીયાર શખ્સને પકડી પાડી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહીત રૂ.69,330ની માલમતા કબજે કરી હતી.

જામનગર કિશાન ચોક વિસ્તારમાં સુમરા ચાલી નજીક ઉનની કંદોરી પાસે એક ભાડાની દુકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે સુમેર સીદીક કુરેશીની ભાડાની દુકાનમાં દરોડો પાડ્યો હતો.જેમાં ચાર શખ્સ જુગાર રમતા હતા.

આથી પોલીસે દુકાનના સંચાલક રાજકોટના સુમેર કુરેશી અને પરવેજહ અબ્દુલ સૈયદ ઉપરાંત જામનગરના સોયબ મહમદભાઇ અને આફ્રિદી ઉર્ફે સુલતાન અજીજભાઇ શેખને પકડી પાડીને રોકડ, ત્રણ મોબાઇલ અને મોબાઇલ, પ્રિન્ટર અને ચાર્જર સહીત રૂ.16,710ની મતા કબજે કરી હતી.જામનગ નજીક ધુંવાવમાં પોલીસે વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા દયાળજી ઉર્ફે ડીએસપી સવજીભાઇ પરમારને પકડી પાડી રોકડ અને સાહિત્ય સહીત રૂ.11,860ની મતા કબજે લીધી હતી.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં પહેલા ઢાળીયા પાસેથી પોલીસે વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા કાદર સાલમભાઇ,સંજય રામચંદ્રભાઇ અને અલ્તાફ હારૂનભાઇ શાહમદારને ઝડપી લઇ રૂ. 16,200ની રોકડ અને સાહિત્ય કબજે કર્યુ હતુ.જયારે કાસમભાઇ ગોરી (રે.અલીયાબાડા) નામનો શખ્સ નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

કાલાવડના ભાવાભી ખીજડીયામાં પોલીસે જુગાર રમતા વિરભદ્રસિંહ ટેમુભા જાડેજા, મહીપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, પ્રવિણ મોહનભાઇ દલસાણીયા, પંકજ ગાંગજીભાઇ સખીયા, રાજેન્દ્ર રામજીભાઇ અકબરી, અમીનભાઇ જુમાભાઇ સોરા અને દિનેશ માધવજીભાઇ રાંકને પકડી પાડી રૂ.24,820ની રોકડ સહીતની મતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...