Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પીર લાખાસરની સીમમાં વૃદ્ધની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા થયાનો ઘટસ્ફોટ
ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામની સીમમાં કબ્રસ્તાન પાસે માનસિક અસ્થિર વૃધ્ધના અપમૃત્યુ પ્રકરણમાં પોલીસે મૃતકના પુત્રની ફરીયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે.જેમાં શકદારનુ નામ અપાતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ખંભાળીયા તાલુકાના પીર લાખાસા ગામની સીમમાં ક્રબસ્તાન પાસેથી ગત તા.7ફેબ્રુઆરીના રોજ માનસિક અસ્વસ્થ અને રખડતુ ભટકતુ જીવન ગુજારતા અલ્લારખભાઇ હમીરભાઇ ભટ્ટી નામના વૃધ્ધનો મૃતદેહ સાંપડયો હતો.આથી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃતક વૃધ્ધના માથામાં કોઇ બોથડ પર્દાથનો ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હોવાનુ ખુલ્યુ હતુ.
જે દરમિયાન મૃતકના જામજોધપુર તાલુકાના વેરાવળ ખાતે રહેતા પુત્ર ઇકબાલભાઇએ સ્થાનિક પોલીસ મથકમાં પોતાના પિતાની બોથડ પર્દાથના ઘા ઝીંકી હત્યા નિપજાવવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.જેમાં શકદાર તરીકે પીર લાખાસર ગામમાં રહેતા નવાઝ જુમાભાઇ દેથાનુ નામ જાહેર કર્યુ હતુ.આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ સાથે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.મૃતકન પુત્રને પિતાના મૃત્યુ બાબતે આશંકા હોવાના કારણે તેણે મોડેથી હત્યાની ફરીયાદ નોંધાવી હોવાનુ જાણવા મળ્યુ છે.