તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકરટેકરીમાં છલકાતી ગટરના ત્રાસથી લોકો ત્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં વોર્ડ નં. 15માં આવેલ શંકર ટેકરીમાં આવેલ શંકરના મંદિર પાછળના વિસ્તારમાં ગટર છલકાવી અને સફાઇના અભાવથી રહેવાસીઓમાં રોષની લાગણી જન્મી છે. જે અંગે કમિશનરને આવેદન પત્ર પાઠવી આ અંગે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

શહેરમાં વાેર્ડ નં. 15માં કચરા ઉપાડવા ગાડી આવતી નથી અને પાણીના દિવસે ગટરમાંથી પાણી છલકાતા હોવાથી ગંદા પાણી રોડ પર આવી જતા રાહદારીઓ સહિત વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનાે કરવો પડી રહયો છે અને ગંદકીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહયું હોવાથી રોગચાળાની ભિતી સેવાઇ રહી છે. જે અંગે શુક્રવારના રહેવાસીઓ દ્વારા કમિશનરે આવેદન પત્ર પાઠવી સ્થળ નિરીક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી અને આ અંગે તાત્કાલિક પગલા લઇ ગંદા પાણીનો નિકાલ સહિતની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...