તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક કાર્યક્રમના નામે નશીલા પદાર્થો ન ઘુસે તે માટે ટાપુ પર પેટ્રોલીંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સલાયા નજીકના તૃષ્ણા ટાપુ પર ધાર્મિક કાર્યક્રમ હોવાથી નશીલા પદાર્થ ઘુસાડવાના શંકાસ્પદ પ્રવૃતિના સુરક્ષા એજન્સીઓને ઇનપુટ મળતા જ એસઓજી,સ્થાનિક પોલીસ તેમજ કસ્ટમ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૃષ્ણા ટાપુ આસપાસ બે દિવસથી સઘન પેટ્રોલીંગ ચાલી રહ્યું છે.

તૃષ્ણા ટાપુ પર ધાર્મિક કાર્યક્રમના નામે નશીલા પદાર્થો દરિયાઇ માર્ગે ન ઘુસે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ટાપુ આસપાસ બાજ નજર રાખવામાં આવી છે.કસ્ટમ,એસઓજીની સમગ્ર ટીમ,એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ ટાપુ આસપાસ સતત નજર રાખી રહી છે.મહત્વનું છે કે,ભુતકાળમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો દરિયાઇ માર્ગે ઘુસાડવામાં આવ્યો હતો.જેથી સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટના આધારે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બાજ નજર | તૃષ્ણા ટાપુ પાસે દરિયાઇ સુરક્ષા માટે એજન્સીઓ તૈનાત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો