તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારિકાધિશના દર્શન કરી ખેડા પરત ફરી રહેલા યાત્રિકોનાે ટેમ્પાે લીંબડી પાસે પલટ્યો, 8 ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કલ્યાણપુરના લીમડી નજીક ટેમ્પો પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં ખેડાના આઠ યાત્રિકોને નાની-ખોટી ઈજા પહોંચતા સારવાર અર્થે હોિસ્પટલ ખસેડાયા હતા. ખેડા જિલ્લાના વતની ભરવાડ સમાજનો યાત્રીકોનો સંઘ પગપાળા ચાલી દ્વારકા હેમખેમ પહોંચ્યો હતો.500 જેટલા કિમીનું અંતર કાપી ભગવાન દ્વારિકાધિશના દર્શનાર્થે આ સંગ દ્વારકા આવી પહોંચ્યો હતો.જ્યાં ભગવાન દ્વારકાધિશના દર્શન કરી પરત ફર્યા હતાં.આઇશર ટેમ્પામાં ખેડા પરત જઇ રહ્યા હતાં.દરમિયાન કલ્યાણપુરના રાણ-લિંબડી પાસે અચાનક જ ટેમ્પો પલટિ મારી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 8 જેટલા યાત્રીકો ઘાયલ થતા તાત્કાલીક ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

દ્વારકામાં લાખો ભાવિકભક્તો દ્વારકા પગપાળા ચાલી આવી પહોંચ્યા હતાં.ભગવાન દ્વારકાધિશના દર્શન કરી પરત ફરતી વેળાએ નાના મોટા અકસ્માતોના બનાવો પણ બન્યા હતા.જો કે,સદનશીબે કોઇ મોટી દુર્ઘટના બની ન હતી.ખેડા જિલ્લાનો ભરવાડ સમાજનો સંગ પગપાળા ચાલી 500 કિમી જેટલું અંતર કાપી દ્વારકા પહોંચ્યો હતો.જ્યાં દર્શન કરી આઇશર ટેમ્પામાં પરત ફરી રહ્યા હતાં.જે સમયે કલ્યાણપુરના રાણ લિંબડી પાસે ટેમ્પો પલટિ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ સવયંમસેવક ઇન્દ્રજીતસિંહ પરમાર અને સુરપાલસિંહ તેમજ હમીરભાઇ ચાવડા સહિતના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતાં. ઇજાગ્રસ્તોની બનતી તમામ મદદ કરી 108 એમ્બ્યુલન્સ દ્વારા ખંભાળિયા હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.જ્યાં જરૂરી સારવાર કરાવી મદદ પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો