પારસ સાહોલીયા, જામનગર | શહેરમાં સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી

Jamnagar News - paras saholia jamnagar from the subhashribage to the seven road circles in the city 024004

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:40 AM IST
પારસ સાહોલીયા, જામનગર | શહેરમાં સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી ઇન્દીરાગાંધી માર્ગ ઉપર ચાર માર્ગીય(ફોરલેન) એલિવટેડ ફલાય �ઓવરબ્રીજ 7 લાખ શહેરીજનોને ઉપયોગી હોવા છતાં રાજય સરકારને આ બ્રીજના નિર્માણ ફદીયુ પણ નથી ફાળવ્યુ. કારણ કે,વર્ષ 2015-16માં ફલાય �ઓવરબ્રીજની દરખાસ્તને રાજયના બજેટમાં વર્ષ 2016-17માં મંજૂરી આપવામાં આવી છે પરંતુ હજુ સુધી ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા આ પ્રોજેકટ અધ્ધરતાલ છે.જો શહેરના આ પ્રથમ ફલાય �ઓવરબ્રીજનું નિર્માણ થાય તો મુખ્યમાર્ગો પર થતા ટ્રાફીક જામ,સમય-બળતણનો વ્યય, પ્રદૂષણ, અકસ્માતની સમસ્યાનું નિરાકરણ થશે.ફલાય ઓવરબ્રીજ માટે જામ્યુકોના સ્ટેન્ડીંગ કમીટીના તા.8-11-2013ના ઠરાવ મુજબ કન્સલ્ટન્સી સર્વિસનું કામ અમદાવાદની અન્વેય કેસેડ કન્સલટન્સને સોંપવામાં આવ્યું હતું.તે સમયે ફલાય�ઓવરનો ખર્ચ રૂ.131 કરોડ આંકવામાં આવ્યો હતો.પરંતુ રાજય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા મહત્વનો ફલાય ઓવરનો પ્રોજેકટ અધ્ધરતાલ છે.

X
Jamnagar News - paras saholia jamnagar from the subhashribage to the seven road circles in the city 024004
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી