તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનની સરહદમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાકિસ્તાનની સરહદમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદથી નજીકના જામનગરમાં હાઇએલર્ટના પગલે દરિયામાં સંદિગ્ધ બોટની તપાસ ચાલી રહી છે તો કાંઠાળ વિસ્તારોમાં થતી ગતિવિધિ પર દૂરબીનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના માનવવસ્તી વગરના 9 નાના ટાપુ પર મરિન પોલીસની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે.શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન,ધોરીમાર્ગો પર અવિરત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

અઘોષિત યુધ્ધની સ્થિતિના પગલે તમામ બોટને તપાસી તેના દસ્તાવેજો તથા ખલાસીઓને ચેક કર્યા બાદ દરિયામાં જવા દેવાની સૂચના આપવામાં આવી છે. તદઉપરાંત માછીમારોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 100 કિમીની દરિયાઇ પટ્ટીમાં 12 નોટિકલ માઇલ એટલે કે 22 કિમી સુધી તથા સિક્કા બંદરથી બેડી,નવા બંદર,રોજી,સચાણા,જોડિયાથી નવલખી બંદર સુધી હાઇસ્પિડ બોટથી પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સંદિગ્ધ બોટની તલાસી લેવામાં આવી રહી છે તો કાંઠાળ વિસ્તારોમાં થતી ગતિવિધિ પર દૂરબીનથી નજર રાખવામાં આવી રહી છે.જિલ્લામાં માનવવસ્તી વગરના 9 નાના ટાપુની ખાસ ચકાસણી પણ ચાલી રહી છે. શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેરસ્થળોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કાર્યરત મહાકાય રિફાઇનરીઓમાં આવાગમન કરતા વાહનોના કાગળો, મજૂરોના આઇકાર્ડ, માલસામાનનું ઘનિષ્ઠ ચેકિંગ કરી કંપનીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સરહદની દ્વષ્ટિએ સંવેદનશીલ જામનગરમાં પોલીસ અને સેનાની ત્રણેય પાંખ દ્વારા સુરક્ષા અને સલામતીની તમામ તૈયારી પૂર્ણ કરી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો