હિન્દુ-મુસ્લિમ પ્રીમિયર લીગ કિક્રેટ ટૂર્નામેન્ટનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં હિન્દુ-મુસ્લિમ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.25થી મેચનો પ્રારંભ કરવામાં આવશે. આ ઓપન ગુજરાત રાત્રીપ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ, જામરણજીત કપ-2019માં ગુજરાતની બાહુબલી ટીમો વચ્ચે થશે.

ટૂર્નામેન્ટ માર્કેટીંગ યાર્ડની સામે જુગ્નુ મેદાનમાં યોજાશે અને ટૂર્નામેન્ટનું આયોજન સદામભાઇ શેખ, ભારત ઓટો ગેરેજવાળા દરજાદા અસ્લમભાઇ મામુ, હુશેનભાઇ હશનભાઇ કુરૈશી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટના મેચ 10 ઓવરના રહેશે અને ટૂર્નામેન્ટ આઇસીસીના નિયમ મુજબ રમાડવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને રોકડ પુરસ્કાર તરીકે રૂા. 21 હજાર તથા ટ્રોફી આપવામાં આવશે અને રનર્સઅપ રૂા.11 હજાર તથા ટ્રોફી આપવામાં આવશે.

મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને પણ ઇનામથી નવાઝવામાં આવશે. ટુર્નામેન્ટના ફાઇનલ મેચ બાદ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ટુર્નામેન્ટમાં ટીમ માટે જમવાનું નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...