તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા 17મા સમૂહલગ્નોત્સવનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજમાં છેલ્લા 16 વર્ષથી મહેશ્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા સમાજના સર્વાગી વિકાસ માટે સામજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, આરોગ્યને લગતા કેમ્પ, રમત-ગમત મહોત્સવનું આયેાજન કરવામાં આવે છે તથા જ્ઞાતિજનોના સહકારથી સતત છેલ્લા 16 વર્ષથી સમુહ લગ્નનું આયાેજન કરવામાં આવે છે. જેમાં મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા 17મા સમૂહ લગ્નોત્સવ (કન્યા વણંઝ) નું આયોજન મકરસંક્રાંતિ તા. 14ના ‘સૂરજબાગ’ નાગરપરા પાસે, ખંભાળિયા નાકા બહાર આવ્યું છે. જેમાં કુલ 19 નવદંપતીઓ પ્રભૂતમાં પગલાં માંડશે.

પ્રાપ્ત વિગત અનુસાર સમાજના રીતરિવાજ મુજબ ભાગ લેનાર વર-કન્યાના લગ્ન છપાવવા (લખાવવા) તથા સમૂહલગ્નનું આયોજન વધારે સારી રીતે યોજી શકાય તે માટે તા. 5ના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, સાત રસ્તા પાસે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહલગ્નોત્સવમાં 19 કન્યાઓના કરિયાવર પેટેે દાન-ચીજવસ્તુ આપવા તેમજ રોકડ અનુદાન આપવા ઈચ્છતા દાતાઓએ સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સમૂહલગ્ન અંગેની માહિતી માટે સુરેશભાઈ કે. માતંગ, જયંત વારસાખિયા, ગાંગાભાઈ ડી. માતંગ, માધવભાઈ ડગરાનો સંપર્ક કરવા મહામંત્રી જયંત વારસાખિયા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...