તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં આંતર કોલેજ ડિબેટ કોમ્પિટિશનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે આંતર કોલેજ ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાંચ કોલેજ ભાગ લેશે.જયારે અન્ય કોલેજના છાત્રોને જોડાવવા અનુરોધ કરાયો છે.

જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્રારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તા.10 ના સાંજે 4 વાગ્યાથી ધન્વતરી હોલમાં ઇન્ટર કોલેજ ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ,ગર્વમેન્ટ નર્સીંગ કોલેજ,એમ.પી.શાહ કોર્મસ કોલેજ,કે.પી.શાહ લો-કોલેજ,હરીયા કોલેજના છાત્રો ભાગ લેશે.

આ કાર્યક્રમનો અન્ય કોલેજના છાત્રોને લાભ લેવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર શ્રીવાસ્તવ,દ્રારકા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...