તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થા લોહાણા વિદ્યાર્થી ભવનના પૂર્વ વિદ્યાર્થીઓનું એક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થા લોહાણા વિદ્યાર્થી ભવનના પૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું અને જુદા-જુદા કાર્યક્રમો યોજાયા હતાં.

ખંભાળિયામાં જોધપુર ગેઇટ નજીક પોર ગેઇટ તરફ જતા માર્ગો અાવેલી અડધી સદી કરતાં વધુ જુની રઘુવંશી શૈક્ષણિક સંસ્થા લોહાણા વિદ્યાર્થી ભવનમાં બે દિવસના વિદ્યાર્થી સંમેલનનંુ આયોજન કરાયું હતું. જેમાં ભારતના જુદા-જુદા શહેરો ઉપરાંત વિદેશથી પણ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનુભાઇ મોટાણી, ટ્રસ્ટી હરેશભાઇ બારાઇ, નટુભાઇ કુંડલીયા, વિનુભાઇ પંચમતીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.

આયેાજન માટે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ રમેશભાઇ દતાણી, ઉપેન્દ્રભાઇ સામાણીની જહેમતમાં ગીત-સંગીત તથા સંસ્મરણો વાગોળીને જુદા-જુદા કાર્યક્રમો તથા સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વ્યાયામ નિષ્ણાંત જયેષ્ઠારામ બાપુએ કસરત-યોગ કરાવ્યા હતાં. સંચાલન ગૃહપતિ મોહનભાઇ, ત્રિભોવનભાઇની ઉપસ્થિતિમાં નરશીદાસભાઇ જવાણી, દીપકભાઇ વિઠ્ઠલાણીએ કર્યુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...