ત્રીજા દિવસે ઠંડીનુ જોર ઘટયું,પારો 16 ડિગ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ધીરે ધીરે ઠંડીનુ જોર ઘટી રહયુ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.જામનગરમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો જેથી તિવ્ર ઠંડીના સકંજાથી જનજીવને આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો.બર્ફિલા પવનના મુકામ વચ્ચે વાતાવરણમાં ટાઢોડુ છવાયેલુ રહ્યુ હતુ.જામનગરમાં મંગળવારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહયુ હતુ. જામનગર સહિત હાલારભરમાં ચાલુ સિઝનમાં શિયાળાના આક્રમક મિજાજ વચ્ચે સપ્તાહના પ્રારંભથી જ ઠંડીનુ જોર ક્રમશ: ઘટી રહયુ છે. સાથો સાથ દિવસનુ તાપમાન પણ ઉંચકાતા બપોરના સુમારે હુફાળા વાતાવરણનો અનુભવ લોકો કરી રહયા છે.જેથી મહદઅંશે મિશ્રઋતુ સમો માહોલ પ્રર્વતી રહયો છે.

જામનગરમાં ઠંડીમાં આંશિક વધારા ઘટાડા સાથે સુસવાટા મારતા પવનના કારણે મોડી સાંજથી સવાર સુધી વાતાવરણ હજુ ટાઢુબોળ રહે છે.જામનગરમાં મંગળવારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહતમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયુ હતુ.જયારે ભેજનુ પ્રમાણ 62 ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 20થી 25 કિ.મિ. રહેવા
પામી હતી.

સતત ત્રીજા દિવસે પારો ઉંચકાયો

અન્ય સમાચારો પણ છે...