તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાના મોજપ ગામ નજીક વાહન અડફેટે વૃધ્ધાનું મોત નીપજ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવભુમિ દ્વારકા તાલુકાના મોજપ ગામે મોડી રાત્રે પેટ્રોલ પમ્પ પાસે પુરપાટ વેગે પસાર થતા અજાણ્યા વાહનના ચાલકે વૃધ્ધાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અકસ્માત સર્જી વાહન ચાલક નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

દ્વારકા તાલુકાના મોજપ ગામે રહેતા રૂખડબેન સુમભા માણેક (ઉ.વ. 85) નામના વૃધ્ધા રવિવારે મોડી રાત્રે પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે પુરપાટ વેગે ધસી આવેલા કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેમને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા રૂખડબેનનુ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતના આ બનાવની મૃતકના પુત્ર બાવલાભા સુમભા માણેકે જાણ કરતા મીઠાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યુ હતુ.આ અંગે બાવલાભા માણેકની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો