તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 ઓક્ટોબરથી નોન જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે, ઇ-સ્ટેમ્પિંગ માટે તંત્ર સજ્જ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં 1 ઓકટોબરથી નોન જયુડીશયલ સ્ટેમ્પ પેપરનું વેંચાણ બંધ થશે અને ઇ-સ્ટેમ્પીંગ શરૂ થશે. ઇ-સ્ટેમ્પીંગમાં અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સજ્જ બન્યું છે તો બીજી બાજુ ઇ-સ્ટેમ્પીંગ સામે સ્ટેમ્પવેન્ડરો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તો શહેરીજનો પણ મૂઝંવણમાં મૂકાયા છે. ઇ-સ્ટેમ્પીંગના લાયસન્સ માટે 43 અરજી આવી છે અને આ સુવિધા તમામ જનસેવા કેન્દ્રમાં મળશે.

1 ઓકટોબરથી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જયુડીશયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહીં તેવો નિર્ણય કર્યો છે. જે મુજબ નોન જયુડીશયલ સ્ટેમ્પ પેપરને બદલે ઇ-સ્ટેમ્પીંગ કરાશે. પધ્ધતિના અમલીકરણ માટે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઇન્ડિયા લી.સાથે રાજય સરકાર દ્વારા કરાર કરાયો છે. ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રમાં લોકોને સ્ટેમ્પ ડયુટી ચૂકવવામાં અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારી ચાલી રહી છે. સબ રજીસ્ટ્રાર કચેરી અને પરવાન ધરાવતી બેંકોમાં કંપનીના માન્ય કલેકશન સેન્ટર તરીકે ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર કાર્યરત છે.અત્યાર સુધી નિયમ મુજબ શીડયુલ બેંકો, કેન્દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થા કે એકમ, પોસ્ટ ઓફીસ એસીસી માટે યોગ્ય ધરાવતા હતાં. પરંતુ રાજય સરકા દ્વારા કરવામાં આવેલા સુધારા મુજબ ઉપરોકત સંસ્થા,એકમો ઉપરાંત લાયસન્સ ધરાવતા સ્ટેમ્પ વેન્ડર,સીએ,કંપની સેક્રેટરી,બંદર પોર્ટના સીએન્ડ એફ એજન્ટ, ઇ-ગર્વનન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર,આરબીઆઇ રજીર્સ્ટડ નોન બેકીંગ ફાયાનાન્સીયલ કંપની, પરવાનેદાર નોટરી અને રાજય સરકાના પૂર્વ પરાર્મશ બાદ કોઇ વ્યકિત કે એજન્સી ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ મેળવી શકશે.જેના અનુસંધાને વહીવટીતંત્ર દ્વારા સંબધિત એકમો,સંસ્થા અને વ્યકિતઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં ઇ સ્ટેમપીંગ લાયસન્સ માટે 43 અરજી આવી છે.પરંતુ ઇ-સ્ટેમપીંગ પધ્ધતિ શું છે, કેવી રીતે કામગીરી થશે તે અંગે અજ્ઞાન અને અજાણ હોવાને કારણે શહેરીજનો મૂઝંવણ અનુભવી રહ્યા છે.

ઇ-સ્ટેમ્પિંગ પધ્ધતિના ફાયદા
મોટા સ્ટેમ્પનું વેંચાણ કરનાર ઓનલાઇન સ્ટેમ્પીંગ કરી શકશે.

નાના સોંગદનામાંમા ફ્રેન્કીંગ વાળી ટિકિટ પણ ચાલશે.

મોટી રકમ ઉ.દા.તરીકે 5 લાખના સ્ટેમ્પ હોય તો એક જ સર્ટીફીકેટમાં નિકળી જશે.

નોન જયુડીશયલ સ્ટેમ્પ પેપરની જેમ ડુપ્લીકેશન નહી થાય.

સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત અને કાળાબજાર તથા દુરપયોગ અટકશે.

અરજદારોને અગવડ ન પડે તે માટે પગલાં
 ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિનો આગામી 1 ઓકટોબરથી અમલ થશે.અરજદારોને ઇ-સ્ટેમ્પીંગમાં અગવડ ન પડે તે માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.અગાઉ કાર્યરત છે તે પરવાનેદારોની યાદી સંબધિત કચેરીમાં મૂકી છે.1 ઓકટોબરના તમામ જનસેવા અને અન્ય માન્ય કેન્દ્ર પર ઇ-સ્ટેમ્પીંગનું વેંચાણ શરૂ થશે. આ કેન્દ્રો મોડે સુધી ચાલુ રહેશે અને લાઇનમાં ઉભેલા તમામ અરજદારોને ઇ-સ્ટેમ્પીંગ કરી અપાશે. હર્ષવર્ધન સોલંકી, પ્રાંત અધિકારી,જામનગર શહેર

અન્ય સમાચારો પણ છે...