• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar News No One Can Stop The Development Of The Country If A Skillful Generation Can Be Explained To The World Minister Faldu 064622

વિશ્વને સમજાવી શકે તેવી કૌશલ્યુક્ત પેઢીનું નિર્માણ થાય તો દેશના વિકાસને કોઈ રોકી શકે નહીં : મંત્રી ફળદુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગુરૂવારે મદદનીશ નિયામક રોજગારની કચેરી તથા આઈ.ટી.આઈના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા જિલ્લાકક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરમાં બેરોજગારો ઉમટી પડયા હતાં. રોજગાર મેળામાં નિર્માણ પામેલી કુલ 2070 રોજગારીની તક તેમજ 155 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વિવિધ નોકરીદાતાઓ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રોજગાર મેળામાં રાજયના કૃષિ અને ગ્રામ વિકાસ તેમજ વાહન-વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ દરેક જિલ્લા ક્ષેત્રે તેના સ્થાનિક વ્યવસાયો પણ આગળ વધે, પોતાના યુનિટો ચલાવી સ્થાનિક તાલીમ પામેલા યુવાનોને રોજગાર આપે અને વિશ્વને સમજાવી શકે તેવી નવી કૌશલયુક્ત પેઢીનું નિર્માણ થાય તો ભારત દેશના વિકાસ ને કોઈ રોકી શકે નહીં તેમ જણાવ્યું હતું.

જામનગરના સાંસદ પૂનમબેન માડમએ કહ્યું હતું કે, સ્થાનિક ઉદ્યોગો દ્વારા વધુને વધુ સ્થાનિક લોકોને રોજગારી મળે અને ઉદ્યોગોને પણ બુસ્ટ મળે તેવા પગલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવી રહ્યા છે. જામનગરમાં બ્રાસ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસેલો છે ત્યારે બ્રાસ ઉદ્યોગમાં સ્થાનિક યુવાનોને વધુ રોજગારી મળે અને તેની માટે ટ્રેનિંગ સેન્ટર, યુવાનોને તેના માટેના તાલીમી કોર્સ, ટુલરૂમની સુવિધા પણ પ્રાપ્ત કરાવવા માટે પ્રયત્નશીલ છે તેમ અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...