Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા આવાસમાં આગ, ફાયર પહોંચ્યું તો સેફટીની ટાંકી ખાલી!
જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી નવી આવાસ કોલોનીમાં પાંચમા માળે ફલેટમાં શોક સર્કીટથી આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં પરંતુ આવાસ કોલોનીની ફાયર સેફટીની ટાંકી રહેવાસીઓએ ખાલી કરી નાંખી હોય આગ બુઝાવવામાં ફાયરના જવાનોને પરસેવો વળી ગયો હતો. ફલેટમાંથી મહિલા અને બાળકી બહાર નીકળી જતાં બચાવ થયો હતો.
શહેરમાં શરૂ સેકશન રોડ પર મરઘા ઉછેર કેન્દ્ર પાસે એમ પી શાહ ઉધોગનગર નજીક આવેલી નવી આવાસ કોલોનીમાં પાંચમા માળે રહેતા નિમાવત ભીખુભાઇ શાંતિલાલના ફલેટમાં ગુરૂવારે બપોરે 3.15 કલાકની આસપાસ શોક સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ફલેટમાં રહેતા મહિલા અને બાળક બહાર દોડી જતાં બંનેનો બચાવ થયો હતો. બીજી બાજુ આગથી કોલોનીમાં રહેતા રહેવાસીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. આવાસ કોલોનીમાં ફાયર સેફટીની સુવિધા હતી પરંતુ રહેવાસીઓએ તેની પાણીની ટાંકી ખાલી કરી નાંખી હોય તેના ફાયર સેફટીના હોઝમાં ફાયરના બંબાના હોઝ ફીટ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
શરૂ સેકશન રોડ પર એમ.પી.શાહ ઉધોગનગર પાસે આવાસ કોલોનીમાં પાંચમા માળે ફલેટમાં લાગેલી આગ બુઝાવવા જવાનોને 14000 લીટર પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી. } તસ્વીર : હસિત પોપટ
મહિલા અને બાળકી ઘરની બહાર નીકળી જતા બચાવ