ન્યારા એનર્જીમાં આતંકી ઘુસ્યાના વાવડથી દોડધામ

Jamnagar News - nayara energy terrorist voodya running doughdham 063513

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
ખંભાળિયા નજીક આવેલ ન્યારા એનર્જીમાં આતંકવાદી ઘુસ્યા હોવાના સંદેશાથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગય હતી.કંપની અંદર આતંકવાદી ઘુસી ગયા હોવાના સમાચારથી દેવભૂમિ દ્વારકા એસઓજી તેમજ આઇબીના અધિકારી અને બીડીડીએસ ટીમ દોડી આવી હતી.કંપનીમાં કોર્ડન કરી એક આતંકવાદીને ઠાર મારી અન્ય એક આતંકવાદીને પકડી પાડ્યો હતો.તંત્રએ આતંકવાદી હુમલા સામેના પડકારને ઉકેલી શકાય તેમજ સુરક્ષાની ચકાસણીઅર્થે મોકડ્રીલનું આયોજન કર્યું હોવાનું જાહેર કર્યું હતું.

ખંભાળિયાના વાડીનાર પાસે આવેલ ન્યારા એનર્જીમાં બુધવારે બપોરના સમયે આતંકવાદી ઘુસ્યા હોવાના સંદેશાથી સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી.ન્યારા એનર્જીના મુખ્ય પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ઓફીસરને બંદુકની અણીએ ગાડીમાં બેસાડી રિફાઇનરી તરફ આતંકવાદીનું વાહન આગળ વધ્યું હોવાની સિક્યુરિટી કંટ્રોલને જાણ થતા જ રોડ પરના બોલાર્ડ ખોલી દેવામાં આવ્યા હતાં.જેથી આતંકવાદી એચઆર હેડની ચેમ્બરમાં ઘુસ્યા હતાં.અને એચઆરના અધિકારીને બંધક બનાવ્યા હતાં.અને નાસી છુટવા માટે હેલીકપ્ટર તેમજ એક કરોડ રૂપિયા રોકડા અને જેલમાં બંધક રહેલ આતંકવાદીને મુક્ત કરવાની માંગ કરીને વિસ્ફોટકથી સીડીયુ પ્લાન્ટને ઉડાવી દેવાની ધમકી આપી હતી.એચઆરના અધિકારીને બંધક બનાવ્યા હોવાની જાણ થતા જ સિક્યુરિટી એલર્ટ થઇ હતી.

એલર્ટ થતાની સાથે જ એડમિન બિલ્ડીંગને કોર્ડન કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અને વાડીનાર પોલીસનો કાફલો તેમજ દ્વારકા એસઓજી ટીમ દોડી આવી હતી.અને એક આતંકવાદીને ઠાર કર્યો હતો.તેમજ અન્ય એકને જીવતો પકડી પાડી સેઇફ હાઉસમાં ખસેડ્યો હતો.સુરક્ષાની સરતર્કતા ચકાસવી અને આતંકીવાદી હુમલાને પહોંચી વળવા માટે મોકડ્રીલ હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું.

X
Jamnagar News - nayara energy terrorist voodya running doughdham 063513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી