તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં સ્વાઇન ફ્લૂના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર સહીત હાલારભરમાં સ્વાઇન ફલુની બિમારીનો અવિરત અડીંગો રહેતા વધુ ત્રણ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. હજુ સ્વાઇન ફલુ પોઝીટીવ 14 દર્દી સારવાર હેઠળ છે.

જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે માસથી સ્વાઇન ફલુની બિમારીએ માઝા મુકી છે.જામનગરની જી.જી.હોસ્પીટલમાં શરદી, ઉધરસ સહીતની તકલીફના કારણે દાખલ થયેલા ત્રણ દર્દીના લોહીના નમૂનાઓ મેળવીને તબીબી પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાતા ત્રણેય સ્વાઇન ફલુ પોઝીટીવ હોવાના અભિપ્રાય આવ્યા હતા.

જામનગરની જી.જી.હોસ્પીટલના આઇશોલેસન વોર્ડમાં હાલ 14 સ્વાઇન ફલુ પોઝીટીવ દર્દીઓને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. જામનગરની હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા બે દર્દીની તબીયત સારી થવાથી મંગળવારે રજા આપવામાં આવી હતી. જે બાદ બુધવારે વધુ ત્રણ પોઝીટીવ કેસ સામે આવ્યા છે.અત્રે નોંધનીય છેકે,ચાલુ સિઝન દરમ્યાન સ્વાઇન ફલુની બિમારથી અત્યાર સુધીમાં 17 દર્દીએ જીવ પણ ગુમાવ્યા છે.જેમાં અન્ય જીલ્લાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો