જામનગરમાં કાચા કામના કેદીના ચંપલમાંથી મોબાઇલ ઝડપાયો

Jamnagar News - mobile detained from jamnagar39s main workman39s slippers 024031

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:40 AM IST
જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા સુરેશ શીવગીરી ગોસ્વામીને કોર્ટમાં મુદત બાદ પુન: જેલ અંદર ખસેડવામાં આવી રહયો હતો. જે દરમ્યાન જેલના મુખ્ય ગેઇટ પર જેલ સ્ટાફ દ્વારા તેની અંગ ઝડતી લેવામાં આવી હતી. આ તલાશી દરમ્યાન તેણે ચંપ્પલમાં કંઇક છુપાવ્યુ હોવાની આંશકાના પગલે ફરજ પરના સ્ટાફે તેના ચંપલ ઉતરાવીને બારીકાઇથી ચકાસણી કરતા અંદરથી બેટરી સાથેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

આથી જિલ્લા જેલમાં સહાયક તરીકે ફરજ બજાવતા હરદાસભાઇ સવદાસભાઇ વરૂએ જેલ અંદર મોબાઇલ ફોન ધુસાડવાના પ્રયાસ સબબ સીટી એ ડીવીઝનમાં કાચા કામના કેદી સુરેશ શીવગીરી ગોસ્વામી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે પ્રિઝન એકટના ભંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે,ત્રણ દિવસ પુર્વે પણ જેલમાં સ્થાનિક સ્ટાફે તલાશી દરમ્યાન કેદીના બિસ્તારામાંથી મોબાઇલ ફોન પકડી પાડયો હતો.પોલીસે આ મોબાઇલ ફોન કબજે કરી

X
Jamnagar News - mobile detained from jamnagar39s main workman39s slippers 024031
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી