તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગુનવાલા હોસ્પિટલમાં મેમન ડે ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| પૂરા ભારતમાં તથા વિશ્વરમાં 11મી એપ્રિલે ‘મેમન ડે’ તરીકે ઉજવવામાં આવે છે જેમા મેમન સમાજમાં લોક કલ્યાણ અને લોક સેવાના કાર્ય થાય છે. જેના ભાગરૂપે સવારે 10 થી 1 સુધી રંગુનવાલા ટ્રસ્ટ અને વેહવારીયા મેમન જમાતના સયુકત ઉપક્રમે રંગુનવાલા હોસ્પીટલમાં ચાર નિ:શુલ્ક કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં આંખનો કેમ્પ રણછોડદાસ આશ્રમ રાજકોટના સહકારથી રાખવામાં આવતા 182 દર્દીઓએ લાભ લીધો હતો તથા 40 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ આશ્રમમાં લઇ જવામાં આવ્યા હતાં. દાંતના કેમ્પમાં 18 દર્દીઓ લાભ લીધો હતો અને 5 દર્દીઓના દાંત નિ:શુલ્ક કાઢી આપ્યા તથા આર્યુવેદ કેમ્પમાં 9 દર્દીઓએ લાભ લીધેલ અને તે બધા દર્દીઓને ત્રણ દિવસની દવા નિ:શુલ્ક આપવામાં આવી અને ફિજીયોથેરાપી કેમ્પમાં 11 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં રંગુનવાલા ટ્રસ્ટના ચેરમેન વહાબભાઇ વેહવારીયા, વેહવારીયા મેમન જમાતના પ્રમુખ ફિરોઝભાઇ વેહવારીયા, આગેવાન મેહમુદભાઇ તથા જમાતના બીજા આગેવાનો અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ મહેતા સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...