તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોમતીપુર આરોગ્ય કેન્દ્રમાં ટીબી રોગની જાગૃતતા અંગે મિટિંગ યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : જામનગર અર્બન વિસ્તારમાં આવેલ ગોમતીપુર આરોગ્ય કેન્દ્રમાંથી ટીબી રોગની દવા લેતા દર્દીઓને ટીબી રોગની જાગૃતતા આવે અને દવા વચ્ચેથી છોડે નહી તે માટે ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર ના આર.બી.એસ.કે ડોક્ટરો તેમજ જીલ્લા ક્ષય કેન્દ્ર જામનગરના ટીબી હોમ વિઝીટર ધનસુખભાઈ અને બિપિનભાઈ દ્વારા ટીબી રોગની દવા લેતા દર્દી ઓને નજીક આંગણવાડીમાં બોલાવવામાં આવ્યા હતા તથા દર્દીને ટીબીની દવાનો સમયગાળો 6 માસનો હોય છે. દવા સમયસર લેવાથી ટીબી ચોક્ક્સ મટી શકે છે. દર્દીને ટીબી રોગમાં સરકાર દ્વારા મળતી સહાય અંગે સમજાવવામાં આવ્યા હતાં જેમાં દર્દી ને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મહીનાંના રૂા. 500 પોષણ યુક્ત આહાર લે તે માટે તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યાં સુધી દર્દી ને દવા ચાલુ રહે ત્યાં સુધી મળવાપાત્ર છે તેમજ જણાવવા માં આવ્યું હતું દર્દી ને જયારે ઉધરસ આવે ત્યારે ખાસ રૂમાલ આડો રાખવો જેથી ઘરના બીજા સભ્ય ને ચેપ ના લાગે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો