ઝુલેલાલ જન્મજયંતી ઉજવણી મામલે કાલે સિંધુ ભવનમાં મિટિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં ઝુલેલાલ જન્મજયંતી (ચેટીચાંદ) સિંધી નૂતન વર્ષ બુધવાર તા. 25-03-2020ના રોજ હોવાથી ઝુલેલાલ જન્મજયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા જામનગર સમગ્ર સિંધી સમાજ, દરેક સંસ્થાઓ, પંચાયતો, નવયુવકો મંડળો તેમજ મિત્ર વર્ગને પોતાના વિચાર તેમજ યોગ્ય સલાહ સૂચન માટે જાહેર મિટિંગનું આયોજન મંડળ તરફથી કરાયુ છે. તો દરેકને ખાસ હાજરી આપવા ઝુલેલાલ મંડળની યાદીમાં જણાવાયુ છે. જામનગરના લીમડા લાઇન ખાતે સિંધુ ભવનમાં આ મિટિંગ 16મી ફેબ્રુઆરીએ સાંજે 8 વાગ્યે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...