તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના વાડીનારમાં ભારત ઓમાન રિફાઇનરી દ્વારા મેધાવી વિદ્યાર્થી પુરસ્કાર કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | જામનગરના વાડીનારમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં ભારત ઓમાન રિફાઇનરી દ્વારા મેઘાવી છાત્ર પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત ઓમાન રિફાઇનરી દ્વારા સતત ચાર વર્ષથી કરવામાં આવતા કાર્યક્રમમાં કંપનીની આજુબાજુમાં સ્થિત ગામોના તેજસ્વી વિદ્યાર્થીઓને કંપની દ્વારા સ્કોલરશિપ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે નવયુગ વિદ્યાલયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મધ્યપ્રદેશ બીનાથી ભારત ઓમાન કંપનીના મુખ્ય સંચાલક અધિકારી અભય રાજસિંગ ભંડારી તથા વાડીનાર ભારત ઓમાન રિફાઇનરીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આર. કે. ઠક્કર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિતિ રહયા હતાં. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં ગાયન નૃત્ય તથા ખાસ વ્યસન મુક્તિ માટે તૈયાર કરવામા આવેલ નાટક રજુ કરવામાં આવ્યું હતું તથા નાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સુંદર કૃતિઓ જોઇ અધિકારીઓ પણ ખૂબ આનંદિત થયા હતાં. ત્યારબાદ જે બાળકોએ 60 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેઓને કંપનીના એમડી સહિતના અધિકારીઓના હસ્તે સન્માન પત્રક અને સ્કોલરશિપની રસીદ આપવામાં આવી હતી. કંપની દ્વારા ડિજિટલ ઇન્ડિયાને અનુસરતા આ વર્ષની 200 થઈ વધુ બાળકોની સ્કોલરશીપને બેન્ક ટ્રાન્સફર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો