તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં ફાર્માસિસ્ટ વગર જ ચાલતા અનેક મેડિકલ, તંત્ર નિદ્રાધીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં અનેક મેડીકલો નિયમો મુજબ ચાલી રહ્યા નથી તેવા દર્દિઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખંભાળિયામાં અંદાજીત 90 ખાનગી મેડીકલો છે.મેડીકલમાં ફુડ એન્ડ ડ્રગ્સના નિયમોનુસાર માન્ય ડિગ્રી ધરાવતા ફાર્માસીસ્ટ જ દવા આપી શકે છે. છતા પણ માત્ર ધો.10 પાસ અને 12 પાસ યુવકોને મેડીકલમાં નોકરીમાં રાખી દર્દિઓને દવા પધરાવી રહ્યા છે. 10 પાસ યુવકોને મેડીકલની ટ્રેનીંગ આપીને ફાર્માસીસ્ટર બનાવી દે છે. મેડીકલોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જો ચેકિંગ કરાઇ તો અનેક મેડીકલો ફાર્માસીસ્ટ વગર ધમધમતા જોવા મળે તેમ છે. મેડીકલમાં ફરજિયાત B.PHARM અથવા તો ડિપ્લોમાં ઇન ફાર્માસીસ્ટ કરેલ હોય તે જ ફરજ બજાવી શકે છે. પરંતુ ખંભાળિયામાં અનેક મેડિકલો આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી મેડીકલસ્ટોર ચલાવી રહ્યા છે.

તાજેતરમાં 10 મેડિકલના લાઇસન્સ રદ કરાયા
તાજેતરમાં જ ખંભાળિયામાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.અને 10 મેડીકલના લાઇસન્સ રદ્દ કરાયા છે.નિયમોનુસાર ચાલતા ન હોય તેવા મેડીકલો સ્ટોર્સ સામે સખત કાર્યવાહી કરાશે. કિરણબેન સવજાણી, ઇન્સ્પેક્ટર,ડ્રગ્સ વિભાગ

દ્વારકા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની ઓફિસ જ નથી
દ્વારકા જિલ્લો 5 વર્ષથી જામનગરથી અલગ પડ્યો છે. છતા દ્વારકા જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સની આજે પણ ઓફીસ કાર્યરત નથી.સમગ્ર સંચાલન જામનગરથી જ થય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...