તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં મકાનમાંથી દારૂ સાથે શખ્સ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એલસીબીએ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 30 બોટલ સાથે શખ્સને પકડી પાડયો હતો.પોલીસ પુછપરછમાં થરાદના શખ્સે દારૂ સપ્લાય કર્યાનુ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસને દારૂના જથ્થોનો વેચાણના ઇરાદે સગ્રંહ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોની ખાતે સંજયસિંહ ભરતસિંહ વાઢેરના મકાનમાં દરોડો પાડયો હતો. દરોડામાં દારૂની 30 બોટલ મળી આવી હતી.આથી પોલીસે મકાનધારક સંજયસિંહની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસે પુછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો થરાદના રોતેશભાઇ ભાવસારે સપ્લાય કર્યાનુ કબુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...