તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

45 શકમંદોના જામીન માટે મામલતદારને દ્વારકા પોલીસ સ્ટેશન બોલાવવા પડયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી થઇ હતી.ભગવાના દ્વારિકાધિશના સાનિધ્યમાં લાખો પગપાળા યાત્રીકો દ્વારકા આવ્યા હતાં.દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.શહેરમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે 600 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.સઘન સુરક્ષા વચ્ચે પણ ખિસ્સા કાતરૂ ચોરોની ટોળકી સક્રિય બની હતી.8 જેટલા લોકોના ખિસ્સા તેમજ અન્ય ચોરીના બનાવો બન્યા હતાં.પોલીસે 45 જેટલા શકમંદોને પકડી પાડ્યા હતાં.આ 45 શકમંદોના જામીન માટે મામલતદારને પણ પોલીસ સ્ટેશન બોલાવવા પડ્યા હતાં.જો કે,શકમંદો પાસેથી પોલીસે ખાસ કાંઇ હાથ લાગ્યું ન હતું.

દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ઉજવણી થઇ હતી. યાત્રાધામમાં યાત્રીકોની સલામતી માટે જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 8પીઆઇ, 20પીએસઆઇ તેમજ હોમગાર્ડ અને જીઆરડીના 523 જવાનો તથા એલસીબી અને એસઓજી સ્ટાફ ખડેપગે રહ્યો હતો.છતા પણ ભીડનો લાભ ઉઠાવી ચોરોની ટોળકી સક્રિય જોવા મળી હતી. ભીડનો લાભ ઉાઠવી ચોર ગઠીયાઓએ 8 યાત્રીકોના ખિસ્સા કાપ્યા હતાં.તેમજ 9 જેટલા લોકોના મોબાઇલ ફોનની ઉઠાંતરી થઇ હતી.જ્યારે અનેક યાત્રીકોના દાગીના તેમજ અન્ય ચિજવસ્તુઓ ચોરાય હોવાના બનાવો બન્યા હતાં.પોલીસે શંકના આધારે અલગ અલગ જગ્યાએથી 45 જેટલા શખ્સોને પકડી પાડી પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતાં.જ્યાં સઘન પુછપરછ કરતા ખાસ કાંઇ હાથ ન લાગતા જામીન પર છોડવા થાણા મામલતદારને સતા હોવાથી દ્વારકા પોલીસ સ્ટેશન બોલાવવા પડ્યા હતાં.જેથી ક્ષણિક રમુજી વાતાવરણ બન્યું હતું. દ્વારકામાં લાખોની મેદની પર કાબુ મેળવવા ત્રણ દિવસ પોલીસને પણ મોઢે ફીણ આવી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો