અલિયાબાડાની શાળામાં 108 એમ્બ્યુલન્સ સેવાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા સપ્તાહ 2019 અંતર્ગત અલિયાબાડા ગામે તાલુકા શાળામાં 108 એમ્બ્યુલન્સની સેવાઓનું લાઈવ ડેમોસ્ટર્સન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓને 108ની ટીમના હિરેનભાઈ, રાજદીપસિંહ જાડેજા દ્વારા તમામ પ્રકારની ઇમરજન્સીમાં ડિલિવરી જેવી સેવા જરૂરી તમામ સાધનોની માહિતી તથા 108 કોલિંગની માહિતી અને 108 ન પહોંચે તે પહેલાં તમે દર્દીને શું પ્રાથમિક સારવાર આપી શકો તે સહિતના પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્કૂલના આચાર્ય મધુસુદન પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...