તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • અનેક શાળાઓના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

અનેક શાળાઓના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા ઉહાપોહ


દેવભુમીદ્વારકાની ફરીયાદ સંકલન સમિતિમા કલ્યાણપુર તાલુકાની અનેક શાળાઓમા વિધ્યાર્થીઓના મધ્યાહન ભોજનના અનાજમા ધનેળા, જીવાત નિકળતા તથા ચોખા, ઘઉં, હલકી ગુણવત્તાના હોવાથી અનેક ફરીયાદો નાયબ કલેકટરને કરવામા આવી હતી. નાયબ કલેકટરે નમુનાઓ ચકાસણીનો ઓર્ડર કલ્યાણપુર તાલુકાના મામલતદારને સોંપી હતી.

દેવભુમી દ્વારકાની કલ્યાણપુર તાલુકાની ધતુરીયા પ્રાથમિક શાળા, વાડી શાળા તેમજ ખિરસરાની કુમાર શાળામા અનાજના જથ્થામા ચોખા અને ઘઉ હલકી ગુણવત્તાના હોવાથી જથ્થામાથી સળેલુ અનાજ અને જીવાત નિકળ્યુ હતુ. અનાજમાથી બાળકોનુ ભોજન બનાવવામા આવતુ હતુ. અનેક ઘટનાઓ મધ્યાહન ભોજનને કારણે બાળકોના મ્રુત્યુ તથા ગંભિર બિમારીના રોગના શિકાર બનતા હોય છે. તેથી ગ્રામજનો દ્વારા બાબતની ખોલ પડતા લોકોએ નાયબ કલેકટર અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર મકવાણાને ફરીયાદ કરી હતી તે સંદર્ભે ચકાસણીનો દોર શરૂ કરાયો હતો.

તા. 6 ફેબ્રુઆરીના રોજ મધ્યાહન ભોજનમા સળેલુ અને જીવાત નિકળતા નમુનાઓ જરૂરી ચકાસણી અર્થે કલ્યાણપુર મધ્યાહન ભોજન કેંદ્ર પરનો જથ્થો મામલતદારને મોકલવામા આવ્યો હતો. મામલતદાર દ્વારા નાયબ જિલ્લા મેનેઝર ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડ તથા જામનગર રીજીયન ફૂડ લેબોરેટરી રાજકોટમા ચકાસણી કરવા અર્થે મોકલવમા આવ્યા હતા. જે ચકાસણી કરીને આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવાશે તેવુ નાયબ કલેકટર તથા મામલતદાર દ્વારા જણાવાયુ હતુ. એક સામાજીક કાર્યકરે નામ આપવાની શરતે આક્ષેપ કર્યો હતોકે કલ્યાણપુર તાલુકા પછાત હોવાથી અધિકારીઓ અને પધાધિકારીઓ દ્વારા શોષણ કરવામા આવતુ હોવાથી અનેક ફરીયાદો તાલુકામાથી ઉઠી રહી છે.

જેમા રાશનકાર્ડના અનાજ, મધ્યાહન ભોજન મા સળેલુ અનાજ, ખાણખનીજ, આરોગ્ય જેવા બધા સરકારી વિભાગો સરકારની ગ્રાંટ ખાનગી રીતે વાપરતા હોય છે. અને મિલિભગતથી વહેચિ લેતા હોય છે. અને પછાત અને અશિક્ષિત હોવાથી લોકો ફરીયાદ કરતા ડરતા હોય છે.

ઝેરી અસર થશે તો જવાબદારી કોની ?

કલ્યાણપુરતાલુકાની અનેક શાળાઓમા મધ્યાહન ભોજન અંગેની ગેરરીતીની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે ગ્રામજનોની જાગ્રુતી દ્વારા અનેક શાળાઓમા સળેલુ અનાજ નિકળતા લોકોએ ફરીયાદ કરી હતી. અને વેધક સવાલો તંત્રને પુછ્યા હતા. તંત્રની બેદરકારીને અને મિલિભગતને કારણે મધ્યાહન ભોજનમા અનેક ગેરરીતી આચરવામા આવતી હોવાની ફરીયાદો સહજ ઉઠતી હોય છે. જેની તંત્રએ ગંભિર નોંધ લેવી જરૂરી છે.

બાળકોનાભોજનમા ગેરરીતિ થવી જોઇએ

સરકારનીયોજના મુજબ પછાત તાલુકાઓના કુપોષીત બાળકોને ભણતર અને ખોરાક મળી રહેતે માટેની યોજના અમલમા આવી હતી. લેભાગુ અધિકારીઓ અને પદાધીકારીઓને કારણે આવી અનેક બેદરકારી આચરાતી હોવાના કારણે આવી ઘટનાઓ ઢાંકી દેવામા આવતી હોય છે. અનેક ગેરરીતીઓ ઉઠતા તંત્ર દ્વારા મધ્યાહન ભોજન સિધિ દેખરેખ હેઠળ ચલાવવામા આવે તેવું જાગ્રુત નાગરીકો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...