તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • બેદરકારી | ટેક્નિકલ એક્સપર્ટનો અહેવાલ ફાઇલમાં ધૂળ ખાય છે, તેમજ કામ પૂર્ણ થયા બાદ રોડના લેવલ પણ થત

બેદરકારી | ટેક્નિકલ એક્સપર્ટનો અહેવાલ ફાઇલમાં ધૂળ ખાય છે, તેમજ કામ પૂર્ણ થયા બાદ રોડના લેવલ પણ થતા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂગર્ભગટરના કામ સામે ઉઠતી રાવ


જામનગરમાંકાયમી વ્યવસ્થા કરવાના ભાગરૂપે ભૂગર્ભ ગટરનું કામ ધમધમાટ ચાલે છે પરંતુ કામગીરી નબળી હોવાના રિપોર્ટ છતા સુધારો આવ્યો નથી તેમ જાણકારો દ્વાર હવે જોરશોરથી ફરિયાદ ઉઠી છે કાયમી રીતે ઉપયોગી એવી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થામાં કચાશ રહે તે કાયમ માટે તકલીફ ગણાશે તેવું પણ નિષ્ણાંતોનું તારણ છે.

ભૂગર્ભ ગટરના કામ અંગે ફરિયાદ સતત ઉઠે છે તેમજ ફરિયાદના પગલે થતા રોજકામ ફાઇલમાં ધુળ ખાય છે, ઇન્સ્પેકશનના રિપોર્ટ પણ ધૂળ થાય છે અને રજુઆતો કરનારાઓના જુસ્સા પણ નબળા પડી જાય છે. માટે કોર્પોરેશનનું તંત્ર ઘોર બેદરકારી દાખવતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે અને સ્વર્ણિમ ગુજરાત, શહેરી વિકાસ તેમજ વર્લ્ડ બેંક અંતર્ગતની સહાયના નાણા વેડફાય તેવી ચિંતા પણ સેવાય છે. અંગે કોર્પોરેશનના વિપક્ષી સભ્યોએ વધુ એક વખત રજુઆત કરી છે.

ચેમ્બર, સાંધા અંગે અઢળક ફરિયાદો

જમીનનાઉંડાણમાં જે પાઇપ નંખાય છે તેમાંથી અમુકમાં તિરાડો હોવાની, પાઇપના સાંધા અને રીંગ પરફેટ હોવાની, ચેમ્બરનું બાંધકામ જોઇને તકલાદી લાગે તેવી અને ઇંટ પણ નબળી ગુણવતાની હોવા અંગે અને પ્લાસ્ટર પણ નબળા હોય છે.

અમે ગુણવતા જાળવીએ છીએ...

ભૂગર્ભગટરના કામ અંગે ફરિયાદ આવે તો તુરંત ઇન્સ્પેકશન કરાવીએ છીએ, ગવર્મેન્ટ કન્સલ્ટન્ટ પણ કામ જુએ છે, કોર્પોરેશના અધિકારીઓ, ઇજનેરો પણ સતત ફિલ્ડમાં દેખરેખ કરે છે અને એકંદર ભૂગર્ભ ગટરના કામમાં મહદઅંશે ગુણવતા જળવાય છે તથા કોઇ બાંધછોડ કરાતી નથી. > દિનેશછત્રાલા, કાર્યપાલક ઇજનેર, જામ્યુકો, જામનગર.

વર્ક ડયુરેબલ અને પરફેકટ નથી...

પૂર્વમેયર અમીબેન પરીખએ જાતે ગુલાબનગર વિસ્તારમાં ચાલતા ભૂગર્ભ ગટરનું કામ જાત તપાસ કરીને અટકાવ્યું હતું તથા વિધીવત થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાયું હતું ત્યારે વર્ક ડયુરેબલ અને પરફેટક નથી, એઝ પર કોન્ટ્રાકટ કલોઝ અને સ્પેશીફીકેશન મુજબ નથી તેવો રિપોર્ટ અપાયો તો છતાંય ત્યાં યથાવત કામ ચાલ્યું અને પુરૂ પણ થઇ ગયું.

ઓડીટ થતા નથી

ભૂગર્ભગટરના સમગ્ર પણે રૂા. 372 કરોડના પ્રોજેકટ ..... કામ અંગેના ઓડીટ થતા નથી..! વર્લ્ડ બેંકના એક માત્ર સી.એ. દ્વારા બીલ ચેક થાય છે જોકે કોર્પોરેશનની આવડતથી તે અજાણ હોય અમુક પોઇન્ટ ઓવર સાઇટ થવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...