તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલુકાના કોટડા બાવીસીની બસ રદ થતાં ભક્તોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર તાલુકાના બે રૂટની બસ ફરી એક વખત કેન્સલ કરાઇ

અગાઉ અન્ય ત્રણ બસોના રૂટ કેન્સલ કરાયા હતા

જામજોધપુરતાલુકાના પ્રસિધ્ધ મંદિર કોટડા બાવીસી મંદિરની બે બસોના રૂટ કેન્સલ કરાતા ભકતોમા રોષની લાગણી પ્રવર્તી છે. બે બસની રૂટ કેન્સલ કરવામા આવતા વિદ્યાર્થીઓ, યાત્રાળુઓને સમયસર મળતી બસો માટે અન્ય સ્થળોએથી બસ પકડવાની રહેશેે.

પોરબંદર કોટડા બાવીશી જામજોધપુર અને કેશોદ- બાટવા- કોટડાબાવીસી રૂટની બે બસ બંધ કરી દેવાઇ હતી. અગાઉ પણ ઉચ્ચકક્ષાએથી અન્ય 3 બસોના રૂટ કેન્સલ કરી દેવામા આવ્યા છે.

છેલ્લા એક મહિનામા જામજોધપુરમા પાંચથી વધુ રૂટ કેન્સલ કરવામા આવ્યા છે. જામજોધપુરની કોટડાબાવીસી રૂટની બસ 8 વાગ્યે પોરબંદરથી ઉપડીને 10 વાગ્યે કોટડાબાવીસી મંદિરે પહોચતી હતી. તેમજ કેશોદ , વંથલી , માણાવદર, ઉપલેટા , જામજોધપુર તાલુકાના મુસાફરોને અસર પહોચશે તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

જે અંગે જામનગર અને જુનાગઢ ડેપો મેનેજર સાથે વાતચીત કરવામા આવી છે. બાબતે એક પણ કાર્યવાહી કરવામા આવી નથી. તેમજ કેશોદ ડેપો મેનેજરને પુછતા જણાવ્યુ હતુકે ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...