તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીની સંખ્યા, ઇમારતને ધ્યાને લઇ નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક શાળાને વર્ગ વધારવાની મંજૂરી અપાઇ

જામનગરની 6 શાળાની વર્ગ વધારવાની મંજૂરી રદ કરાઇ

જામનગરનીઅનેક શાળાઓના સંચાલકો દ્વારા પોતાની શાળામાં વર્ગ ખંડ વધારવાની જરૂરીયાત જણાતા તેમના દ્વારા ઓનલાઇન વર્ગ વધારવાની વર્ગ વધારવાની મંજૂરી માંગવામાં આવી હતી.

જે મંજૂરીની દરખાસ્ત મળતા તંત્ર દ્રારા એક સર્વે કરવામાં આવ્યો હતો અને જામનગરની શાળાઓની મંજુરીની દરખાસ્ત રદ કરવામાં આવી હતી જયારે માત્ર એક શાળાને બે વર્ગ ખંડ વધારવાની મંજૂરી આપવામાં આવી હોવાનુ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતું. મંજુરીની દરખાસ્ત બાદ શાળાના વિધાર્થીઓની સંખ્યા તેમજ કેમ્પસ અને બિલ્ડીંગની તથા અન્ય વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હોવાનું જણાવાયુ હતું. જામનગર-ખંભાળીયા બાયપાસ પાસે આવેલી આહિર કન્યા વિધાલય દ્વારા ધો.૯ ના વર્ગ વધારવાની મંજુરી મુકવામાં આવીહતી જેને ના મંજુર કરાઇ છે. જયારે લાલપુર તાલુકાના નવીપીપર ગામમાં આવેલી વિવેકાનંદ સેકેન્ડરી સ્કુલ દ્વારા પણ ધો.૯નો વર્ગ વધારવાની મંજુરી માંગવામાં આવી હતી જે પણ ના મંજુર કરવામાં આવી છે. આવી અનેક શાળાઓની મંજૂરી રદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...