તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાર અધિકારીઓની બેઠક યોજવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદારયાદીની નોંધણીમાં કોઇ બાકી રહી જાય તે જોવા તાકીદ

જિલ્લામાં વધારાની વોર્ડ સભાનું આયોજન કરાશે

જામનગરનારોલ ઓબ્ઝર્વર એચ. આર. સુથાર અને કલેક્ટર આર. જે. માંકડીયાની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ અને નોડલ ઓફીસર સાથે બેઠક યોજવામાં આવેલ હતી.

સુથાર તમામ અધિકારીઓને 18-19 વર્ષના યુવા મતદારો અને મહિલાઓના વધુમાં વધુ નામો મતદાર યાદીમાં નોંધાય તેવા પ્રયત્નો કરવા સૂચના અપાઇ તેમજ જેન્ડર રેશિયો, ઇપી રેશિયો અને ઉંમર ચાર્ટમાં જે તફાવત આવે છે તે તફાવત દુર કરવા જ્ણાવાયું હતુ. મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત તા. 9 ઓકટો. ના રોજ જસ્લ્લાના બી. એલ. ઓ. નિયોજીત સ્થળે ફોર્મ સ્વીકારવા બેસવાના હોય ત્યાં વધારેમાં વધારે નામો નોંધાય અને બી. એલ. ઓ. વ્યાજબી કારણ સિવાય ગેરહાજર રહે તે માટે તકેદારી રાખવા સૂચના અપાઇ.

2 ના રોજ જીલ્લામાં વધારાની વોર્ડ સભાનુ આયોજન કરી વધારે સંખ્યામાં નાગરીકો હાજર રહે તે માટેના પ્રચાર- પ્રસાર થાય તે અંગેનુ આયોજન કરવા જણાવવામાં આવ્યુ હતું. લોકોને અપીલ કરતા કલેક્ટર આર. જે. માંકડીયાએ જણાવ્યુ કે તા.1 જાન્યુ. 2017ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર નાગરીકો મતદાર યાદીમાં પોતાના નામની નોંધણી કરવા નાગરીક તરીકેની તેમની ફરજ બજાવે.

અન્ય સમાચારો પણ છે...