તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેક માળે શાૈચાલય બતાવાય છે, વાસ્તવમાં હોતા નથી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફાઇ વગેરે બાબતે ચકાસણી થાય તો અનેક ક્ષતિઓ સામે આવે

શહેર અને જિલ્લાની અમુક કોમર્શિયલ ઇમારતોમાં અસુવિધાની ભરમાર

સરકારનીયોજના મુજબ ઘરે-ઘરે શૌચાલય બનાવવું જરૂરી જણાવવામાં આવ્યું છે યોજના આવકારદાયક નિવડી છે પરંતુ જામનગર શહેર તથા જિલ્લામાં આવેલ અનેક કોમર્શીયલ બિલ્ડીંગ મંજૂરી આપી નિર્માણ કાર્ય ચાલુ છે, પરંતુ અમુક કોમર્શિયલ બિલ્ડીંગમાં નહીવત શૌચાલય હોય છે.

માત્ર ગ્રાઉન્ડ ફલોરમાં આવા શૌચાલય બનાવવામાં આવે છે અને બિલ્ડીંગના પ્લાનમાં દરેક માળે સંડાસ-બાથરૂમ દેખાડવામાં આવતા હોય છે પરંતુ દરેક માળે સંડાસ કે બાથરૂમના નિર્માણ કરવામાં આવતા નથી તો અા અંગે જરૂરી કાર્યવાહી કરી ચકાસણી કરવામાં આવે તો સત્ય સામે આવે અને લોકોને પડતી હાલાકીને દુર કરી શકાય.

જામનગર શહેર-િજલ્લામાં દરેક નવી અથવા જુની કોમર્શીયલ બિલ્ડીંગમાં ફરજીયાત 1 માળ ઉપર 2 સંડાસ બાથરૂમ આવશ્યકતા હોય છે. બિલ્ડરો દ્વારા નિયમો મુજબ સંડાસ-બાથરૂમ નકશામાં બતાવવામાં આવે છે પરંતુ ખરેખર સ્થળ પર આવી બિલ્ડિંગોનું નિરીક્ષણ કરવામાં આવે તો કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં શું વ્યવસ્થા છે તે સામે અને સફાઇ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ સામે આવે અને ગ્રાહકોની સુવિધાઓ તથા દુકાનદારો, ઓફિસો તથા કોમ્પલેક્ષમાં આવતા-જતા લોકો માટે ખુબ મુશ્કેલી રૂપ સમસ્યાનો સુખદ અંત આવે અને લોકો સહેલાઇથી પસાર થઇ શકે તે માટેની સુવિધા પૂરતી મળી રહે.

અન્ય સમાચારો પણ છે...