તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રાેલમાં બારોબાર 10 વીઘા જમીન વેચી મારી છેતરપિંડી આચરાઇ

ધ્રાેલમાં બારોબાર 10 વીઘા જમીન વેચી મારી છેતરપિંડી આચરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનાંસગાળીયા ગામનાં સર્વે નંબરની 10 વીધા જમીનમાં જમીન માલિકે રાજકોટની પાર્ટીને જમીન વેંચ્યા બાદ ખરીદારો નકકી કરેલા પૈસા પુરા કરી આપ્યા છતાં બીજી પાર્ટીને જમીન વેચ્યા બાદ ખરીદારો નકકી કરેલા પૈસા પુરા કરી આપ્યા છતાં બીજી પાર્ટીને જમીન વેંચી દઇ દસ્તાવેજ કરી દઇ મુળ ખરીદાર સાથે રૂપિયા 38 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

રાજકોટ રહેતા લાખના બંગલાવાળા રમેશભાઇ સવજીભાઇ ભંડેરી (રે. રાણીટાવર પાસે, કાલાવડ રોડ) વાળાએ પરસોતમભાઇ કુરજીભાઇ દુધાગરા (રે. લતિપુરવાળા)ની સગાળીયા ગામે સર્વે નં. 94ની 10 વીધા 7 ગુઠા ખેતીની જમીનનો રૂપિયા 38 લાખનાં સોદો નકકી થયો હતો.

જેનાં સોદા પેટે રમેશભાઇએ 10 લાખ રૂપિયા ચુકવ્યા હતાં ત્યાર બાદ બીજા હપ્તા પેટે રૂ. 25 લાખ ચુકવ્યા હતા જેનું નોટરી લખાણ પણ કરેલ હતું. ત્યાર બાદ રમેશભાઇએ જમીન માલિક પરસોતમભાઇને છુટક ત્રણ લાખ ચુકવ્યા એમ કરી રૂ. 38 લાખનું ચુકવણું કર્યુ હતું.ફરિયાદી રમેશભાઇએ જમીન માલિકને દસ્તાવેજ કરી આપવાનું કરતાં આરોપીએ પ્રમોલેશન કરવાનું બાકી હોય અને સર્વે નંબર બદલવાનો હોવાનું બહાનું ધર્યુ હતું અને દિવસો કાઢી નાંખ્યા હતાં ત્યાર બાદ જમીન માલિકે લૈયારા ગામે રહેતા ઇસ્માઇલભાઇ અબ્બાસભાઇ ખેરાણીને જમીન વેંચી નાખી દસ્તાવેજ કરી આપ્યો હતો.

આથી જમીન માલિક પરસોતમભાઇ કુરજીભાઇ દુધાગરાએ ફરિયાદી રમેશભાઇ સવજીભાઇ ભંડેરી સાથે રૂા. 38 લાખની છેતરપિંડી કરી બીજાના નામે દસ્તાવેજ કરી આપવા બદલ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધ્રોલ પીએસઆઇ એમ.ડી. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રની અંદર જામનગર અને રાજકોટ જિલ્લાની અંદર એવા અનેક જુથો છે કે જે સામાન્ય અને ભોળા માણસો સાથે જમીનના સોદાના નામે કાગળીયા ઉપર સહીઓ કરાવીને મોટા પાયે રકમ પડાવતા હોવાના બનાવો બન્યા છે.

પોલીસ દ્વારા ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી

અંદાજે 38 લાખની જમીનનો બારોબાર સોદો કરાયો

અન્ય સમાચારો પણ છે...