તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક ભીંસથી કંટાળી તબીબનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂરજકરાડીમાંનવકાર હોસ્પિટલ નામનું ક્લિનિક ચલાવતા ડો. કલ્પેશ નવીનભાઈ સંઘવી નામના 35 વર્ષના યુવાને શુક્રવારે પોતાના આશાપુરા સોસાયટી સ્થિત નિવાસસ્થાને હાજર હતા ત્યારે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ તેમના પત્ની હીનાબેનને થતા તેણે પોલીસને જાણ કરી હતી.મીઠાપુર પોલીસનો સ્ટાફ સૂરજકરાડી દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડયા બાદ મૃતકના પત્ની હીનાબેનનું નિવેદન નોધતા જાણવા મળેલી વિગત મુજબ ડો. કલ્પેશ સંઘવી એકાદ વર્ષ પહેલા શેરના સટ્ટામાં મોટી રકમ હારી ગયા હતા.મૂળ જુનાગઢના વતની ડો. કલ્પેશના થોડા વર્ષ પહેલા લગ્ન થયા પછી તેઓને સંતાનમાં પુત્રી પ્રાપ્ત થઈ હતી. બાળકીની ઉમર હાલ દોઢ વર્ષની છે.

અન્ય સમાચારો પણ છે...