ખેતરમાંથી પણ રસ્તો આપી શકાશે નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેડ-સોયલ પાસેના ટોલનાકે વાહન થોભાવવા જાહેરનામું

બેડતથા સોયલ ગામ પાસેના ટોલનાકાઓ પરથી પસાર થતા નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલા નિશ્ચિત જ્ગ્યાએ થોભાવવું તથા સરકારએ નક્કી કરેલ ટોલ ટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ ટોલનાકુ પસાર કરવું.

વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલીકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલીકી જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર જિલ્લા કલેકટર આર.જે.માકડિયાએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામું તા. 16 નવેમ્બર સુધી અમલમાં રહેશે જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે. બન્ને ટોલનાકાએ હુકમનું પાલન કરવામાં આવે તો તેવા ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...