• Gujarati News
  • ઓખામાં સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, દુષ્કર્મની કલમ ઉમેરાઇ

ઓખામાં સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, દુષ્કર્મની કલમ ઉમેરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના ઓખા મંડળની એક સગીરાને આજ ગામનો એક શખ્સ લગ્ન કરવાની લાલચ અાપી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી જે ફરિયાદના આધારે તપાસ ચલાવવામાં આવી હતી અને શખ્સને પકડી પાડી તેના વિરૂધ્ધ દુષ્કર્મ સહિત પોસ્કોની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં એક ચૌદ વર્ષની સગીરાને આજ ગામનો 19 વર્ષનો ચેતન સુરેશભાઇ નામનો યુવાન લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે લઇ ગયો હોવાની ફરિયાદ ઓખા પોલીસમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે ઓખા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જી. રાઠોડ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ ચલાવવામાં આવી હતી દરમ્યાન સગીરાને યુવાન પોલીસના હાથે પકડાઇ ગયા હતાં.