• Gujarati News
  • સિંધી સમાજના યુવક, યુવતીઓ માટે પસંદગી મેળો

સિંધી સમાજના યુવક, યુવતીઓ માટે પસંદગી મેળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધી સમાજના યુવક, યુવતીઓ માટે પસંદગી મેળો

જામનગર | સિન્ધી સમાજ જામનગરની યાદી જણાવે છેકે આદીપુર ગાંધીધામમાં તા. 15મી ઓગસ્ટના સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી પસંદગી મેળો ફેસ ટુ ફેસનું આયોજન દુ:ખભજન દરબાર ટ્રસ્ટના પ્રમુખ મોહનદાસ જે ઉધાસી/રાજેશ જે. આહુજા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી સિન્ધી જ્ઞાતિના બેચલર્સ, ડાયવોસી, વિધુર, રી-મેરેજ, અપંગ, વિકલાંગો, અન્ય ટેકનીકલ તકલીફોવાળા તથા અાધુનિક ખર્ચાઓમાંથી કે મૂંઝવણમાંથી છૂટવા માંગતા, દહેજની લાલચુ વૃતિઓથી છૂટકારો કે મુકિત મેળવવા લગત નમુનાનું ફોર્મ ભરીને જોડાઇ શકશે તેમજ વધુ વિગત માટે જામનગર સિન્ધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી જનરલ સેક્રેટરી ઘનરાજ મંગવાણીનો સંપર્ક સાધવા જણાવાયું છે.