તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપમૃત્યુના વધુ બનાવો પોલીસમાં નોંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોતાની વિરુધ્ધ ખોટી અરજી થતાં યુવાને આપઘાત કર્યો


જામનગરમાંવધતાં જતાં અપમૃત્યુના બનાવમાં વધુ ત્રણ અપમૃત્યુના બનાવ પોલીસ દફતરે નોધાયા છે જેમાં જામનગર જિલ્લાના જોડિયામાં રહેતા એક યુવાન વિરુદ્ધ જુનાગઢના શખ્સે 80 હજાર રૂપિયા માંગતી અરજી કરી હતી જેથી માઠુ લાગતા યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જ્યારે બીજા બનાવમાં કાલાવડ તાલુકાના મીઠીવિરડી ગામમાં રહેતા એક પરિવારમાં પિતા તેની 1 વર્ષની પુત્રીને હિંચકો નાખતા હતા ત્યારે અચાનક હિંચકો તૂટતાં બાળકી જમીન પર પટકાઈ હતી આથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હતું.

જ્યારે ત્રીજા બનાવમાં શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતો એક યુવાન તેના ઘરે સીડી પરથી નીચે જમીન પર પટકયો હતો જેના કારણે તેને ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતા નાનજીભાઈ ગોવિંદભાઈ ગોધાણી નામના યુવાન વિરુદ્ધ જુનાગઢના નાગદનભાઈ નામના શખ્સે 80 હજાર રૂપિયા માંગતી ખોટી અરજી કરી હતી.

જેથી માઠુ લાગતા યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જ્યારે બીજા બનાવમાં કાલાવડ તાલુકાના મીઠીવિરડી ગામમાં રહેતા સુરેશભાઈ માનજીભાઈ વાઘેલા નામના પિતા તેની 1 વર્ષની પુત્રી પાયલને હિંચકો નાખતા હતા ત્યારે અચાનક હિંચકો તૂટતાં બાળકી જમીન પર પટકાઈ હતી અને તેને ગંભીર ઈજા પહોચતી આથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હતું. આમ અપમૃત્યુના જુદા-જુદા બનાવાે નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો