તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક ગામમાં 200 મીમીથી વધુ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઅને દ્વારકા િજલ્લાના દરેક ગામમાં 200 એમએમથી વધુ વરસાદ થયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા અછત-રાહત સમિતિની બેઠકમાં કલેકટર એચ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં કલેકટર પટેલે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં નર્મદા પાઇપ લાઇનમાંથી સરેરાશ પ૦ થી ૫૫ એમ.એલ.ડી. પાણીનો જથ્થો મળે છે. તેમજ ઘાસડેપો દ્વારા અત્યાર સુધીમાં ૧૮૦૨૫૯ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમાં જિલ્લાના તમામ શહેરો અને ગામોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગને સુચના આપી હતી. કપરા સમયમાં પ્રજાજનો દ્વારા તથા અધિકારીઓ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ કલેકટરએ સૌનો આભાર માની અછત પૂર્ણ જાહેર કરી હતી. કાર્યપાલક ઇજનેર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૦૦ મીમી. થી વધુ વરસાદ થયેલ છે. અને ગામોના સ્થાનિક સોર્સમાં નવું પાણી આવેલ છે. તેમજ જિલ્લાના તમામ ગામો, વાડી પરા વિસ્તારમાં ચાલતા ટેન્કરોના ફેરા બંધ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો